આજે રોજ પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. તેવામાં જલપાઇગુડીમાં આજે બપોરે 3.8 તીવ્રતાનો ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ ભૂકંપનું એપિસેન્ટર માલબજારમાં 5 કિલોમીટર ઊંડાણમાં હોવાનું સામે આવ્યું છે.
બુધવાર બપોરના સમયે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું એપીસેન્ટર માલબાજારમાં 5 કિલોમીટર ઉંડાઇ પર હતું. આ પહેલા વાવાઝોડુ બુધવાર સવારે આશરે 9 વાગ્યે ઓરિસ્સાના ભદ્રક જિલ્લાના દરિયા કિનારે ટકરાયુ હતું. 10.30 થી 11.30 વચ્ચે તે દક્ષિણી બાલાસોરના 20 કિલોમીટર નજીકથી પસાર થયુ હતું. આ દરમિયાન 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલી હતી. તે બાદ તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ વધ્યુ હતું અને બાલાસોરથી આશરે 15 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ કેન્દ્રિત થઇ ગયુ હતું. અહીથી વાવાઝોડુ ઝારખંડ તરફ ફરી જશે.
ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે કહ્યું કે “યાસ” વાવાઝોડાથી બંગાળમાં 1કરોડ જેટલા લોકો પ્રભાવિત થયા છે.યાસના લીધે 15લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી 28મેએ પૂર્વી મિદનાપુરનો પ્રવાસ કરશે