જામનગર મહાનગરપાલિકાની સ્ટે.કમિટીની આજે બેઠક યોજાઇ હતી. જેમાં 3.75 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. પ્રિ-મોનસુન સફાઇ તથા ભુર્ગભ ગટર સફાઇ અંગે 62 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. તેમજ વય મર્યાદાને કારણે નિવૃત થતાં નાયબ ઇજનેર પી.સી.બોખાણી સહિતના કર્મચારીઓ તથા અધિકારીઓનું નિવૃતિ સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટિની બેઠક ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર બીનાબેન કોઠારી, ડે.કમિશ્ર્નર એ.કે.વસ્તાણી, આષી.કમિશ્ર્નર બી.જે.પંડયા તથા 11 સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં શહેરમાં આવેલ નવી વિકસીત સોસાયટીઓમાં 79 સોસાયટીઓને સફાઇ કામગીરી માટે વાર્ષિક 1.21 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
તેમજ રણમણ તળાવ, ખંભાળિયા ગેઇટ ખાતે 3 વર્ષ માટે ગાર્ડનિંગ સ્ટાફના કોન્ટ્રાક માટે 11.46 લાખ, મહાનગરપાલિકા પાસે રહેલ ભંગારનો નિકાલ કરવા 10 લાખ, સ્પોર્ટસ કોપ્લેક્ષના સ્વિમીંગ પુલ ઓપરેશન અને મેઇન્ટેનન્સ, રિપેરીંગ ઓફ ઇલેકટ્રો મિકેનિકલ વર્ક ઓફ પમ્પીંગ મશીનરી, ફિલટર પ્લાન્ટ, પાઇપીંગ સપ્લાઇ ઓફ કેમિકલ-ડે-ટુ-ડે કલીંનીગ ઓફ સ્વિમીંગ પુલના કામ માટે બે વર્ષ માટે રૂા.25.72 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સ્ટે્રન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે વોર્ડ નં.8, 15 અને 16 માટે 12.66 લાખ, વોર્ડ નં.10,11 અને 12 માટે 12.57 લાખ, વોર્ડ નં. 2,3 અને 4 માટે 11.07 લાખ, વોર્ડ નં.5,9,13 અને 14 માટે 13.05 લાખ વોર્ડ નં. 1, 6 અને 7 માટે 11.67 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. સ્ટે્રન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિગ્લડીગ વર્કસના કામ માટે વોર્ડ નં.2,3 અને 4 માં 5.82 લાખ, વોર્ડ નં.5,9,13 અને 14 માં 7.72 લાખ, વોર્ડ નં.1,6 અને 7માં 6.70 લાખ, વોર્ડ નં.8,15 અને 16 માં 6.20 લાખ, વોર્ડ નં.10,11 અને 12 માં 5.72 લાખ મંજૂર કરાયા છે. તેમજ સ્ટે્રન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ સીસી રોડના કામ અંગે વોર્ડ નં. 1,6 અને 7 માં 13.82 લાખ, વોર્ડ નં.8,15 અને 16 માં 13.44 લાખ વોર્ડ નં.10,11 અને 12 માં 13.52 લાખ, વોર્ડ નં.2,3 અને 4 માં 13.44 લાખ, વોર્ડ નં. 5,9,13 અને 14માં 17.11 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. સ્ટે્રન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કસના કામ અંગે વોર્ડ નં. 5,9,13 અને 14 માં 3.93 લાખ, વોર્ડ નં. 2,3 અને 4માં 2.95 લાખ, વોર્ડ નં.8,15 અને 16માં 3.16 લાખ, વોર્ડ નં.1,6 અને 7 માં 3.00 લાખ, વોર્ડ નં.10,11 અને 12માં 2.96 લાખ, મંજૂર કરાયા છે. સ્ટે્રન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ/બ્રીજ વર્કસના કામ અંગે વોર્ડ નં.10,11 અને 12 માટે રૂા.4.80 લાખ, વોર્ડ નં.1,6 અને 7 માટે 6.50 લાખ, વોર્ડ નં. 2,3 અને 4 માટે 6.69 લાખ, વોર્ડ નં.8,15 અને 16 માટે 4.21 લાખ, વોર્ડ નં. 5,9,13 અને 14 માટે 4.72 લાખ મળી કુલ રૂા.3 કરોડ 75 લાખ 61 હજારના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
આ તકે વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહેલાં નાયબ ઇજનેર પી.સી.બોખાણી ફાયર શાખાના મુકેશ બારડ, લાઇટ શાખાના વલીભાઇ અગવાન, વોટર વર્ક શાખાના કિશોરભાઇને નિવૃતિ સન્માન આપવામાં આવ્યું હતું.