આજે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા કોરોનાના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તે થોડી રાહત આપનાર છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2લાખથી પણ ઓછા કેસ નોંધાયા છે. જે 42 સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ સાથે મૃત્યુદરમાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત રીકવરી દરમાં પણ સુધારો આવ્યો છે.
દેશમાં છેલ્લા 24કલાકમાં કોરોનાના 196427 કેસ નોંધાયા છે. જયારે 3511 દર્દીઓના મૃત્યુ થયા છે.તો 326850 દર્દીઓ એક જ દિવસમાં સ્વસ્થ થયા છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓમાં 1 લાખ 34 હજાર 572નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
નબળી પડી રહેલી કોરોનાની બીજી લહેર વચ્ચે એક અન્ય રાહતપૂર્ણ સમાચાર છે. સરકારના જણાવ્યા અનુસાર, હજી સુધી એવા કોઈ સંકેત નથી કે કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર ગંભીર અસર થશે. અત્યારસુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે આનાથી બાળકોને સૌથી વધુ અસર થશે.
ગુજરાતમાં પણ કેસ સતત ઘટી રહ્યા છે. સોમવારે રાજ્યમાં 3,187 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 9,305 લોકો સાજા થયા અને 45 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.91 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.13 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,621 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 68,971 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.