Friday, January 17, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં સાત જૂગાર દરોડામાં નવ મહિલા સહિત 29 શખ્સો ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં સાત જૂગાર દરોડામાં નવ મહિલા સહિત 29 શખ્સો ઝડપાયા

સીક્કામાં બે મહિલા સહિત ચાર શખ્સો તીનપતિનો જૂગાર રમતા ઝડપાયા : જામજોધપુરમાં આઠ શખ્સો જૂગાર રમતા ઝડપાયા: જોડિયામાં છ શખ્સોને જૂગાર રમતા દબોચી લીધા : કાલાવડમાં એક વર્લીબાજ ઝડપાયો : અનુપમ ટોકીઝ પાસેથી એક શખ્સ વર્લીના આંકડા લખતો ઝડપાયો 

- Advertisement -

સીક્કા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સોને પોલીસે રૂા.10400 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરના સતાપર રોડ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સો રૂા.12,150 ની રોકડ સાથે ઝડપાયા હતાં. જામનગરના મોટાવાસમાં જોડિયા ખાતે પોલીસે છ શખ્સોને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં. કાલાવડના ખરેડી ગામે એક શખ્સને પોલીસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો ઝડપી લીધો હતો. જામનગરમાં અનુપમ ટોકીઝ પાસે દુકાનમાં વર્લીમટકાનો જૂગાર રમતો એક શખ્સ ઝડપાયો હતો. જામનગરના શંકરટેકરી વિસ્તારમાંથી પોલીસે ચાર મહિલાઓને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં. જામજોધપુરના સીદસર ગામમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો ઝડપાયા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો સીક્કા ગામમાં શ્રીજી સોસાયટી રૂપિયાના સીક્કા પાસે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન બે મહિલા સહિત ચાર શખ્સોને રૂા.10,400 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં. જુગાર રમતા બે મહિલાઓને નોટિસ અપાઈ હતી.

બીજો દરોડો, જામજોધપુરમાં સતાપર રોડ ખોડિયાર મંદિર ખાતે કાતરધાર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઠાકરશી ઘેલાભાઈ મકવાણા, રાણા હીરા કટારા, નટવર ઉર્ફે અતુલ મગન પરમાર, હસમુખ ઉર્ફે ગની અનિલ તંબોયા નામના શખ્સોને ઝડપી લીધા હતાં તેમજ મયુર દેવજી કુડેચા, સાગર દિનેશ કુડેચા, નિલેશ રામજી ચૌહાણ તથા લાલો જાયતી કુડેચા નામના ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ દ્વારા રૂા.12,150 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર જિલ્લાના જોડિયાના મોટાવાસમાં સમેજાશેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોય પોલીસે રેઈડ દરમિયાન હનિફ હારુન નોતિયાર, અસગર ઈલિયાસ સન્ના, વિજય મનુ જોશી, રઝાક બાવલા પરમલ, સલીમ બાવલા સાઈચા તથા ઈકબાલ હાજી છરેચા નામના છ શખ્સોને રૂા.2830 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં. પોલીસ દ્વારા પાંચ શખ્સોની ધરપકડ કરી એક શખ્સને નોટિસ આપી હતી.

ચોથો દરોડો, કાલાવડ તાલુકાના ખરેડી ગામે જૂની પંચાયત ઓફિસ પાસેથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રહીમ બોદા દલ નામના શખ્સને જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જૂગાર રમતો ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા રૂા.2120 ની રોકડ રકમ તથા રૂા.500 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.2620 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

પાંચમો દરોડો, જામનગરમાં અનુપમ ટોકીઝ પાસે શ્રી ફૂડ નામની દુકાનમાંથી પોલીસે શશીકાંત ઉર્ફે પપ્પુ રમણિકભાઈ માણેક નામના શખ્સને પોતાના કબ્જાની દુકાનમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો ઝડપી લીધો હતો. રેઈડ દરમિયાન રૂા.5970 ની રોકડ તથા રૂા.5000 નો મોબાઇલ તથા વર્લીમટકાનું સાહિત્ય મળી કુલ રૂા.10,970 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

છઠો દરોડો, જામનગરના શંકરટેકરીમાં સુભાષપરા શેરી નં.1 રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી ચાર મહિલાઓને પોલીસે રૂા.4940 ની રોકડ રકમ સાથે ઝડપી લીધી હતી.

સાતમો દરોડો, જામજોધપુરના સીદસર ગામ સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ધીરુ મોહન રાઠોડ, પ્રવિણ હરસુખ વાઘેલા તેમજ અન્ય ત્રણ મહિલાઓને રૂા.1970 ની રોકડ રકમ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં. આરોપીઓને નોટિસ આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular