જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લાં 48 કલાક દરમિયાન 28 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં જામનગર શહેરમાં 19 અને દ્વારકામાં 9 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોનાનું સંક્રમણ ફરીથી વકરતું જાય છે જેમાં શનિવાર અને રવિવાર બે દિવસ દરમિયાન જામનગર શહેરમાં 14 અને રવિવારે 5 મળી કુલ 19 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે જામનગર જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા છે. જેમાં ભાણવડના છ અને દ્વારકાના ત્રણ કેસનો સમાવેશ થાય છે. બે દિવસ દરમિયાન શનિવારે દ્વારકાના નવ તથા રવિવારે ભાણવડના ચાર અને દ્વારકાના બે મળી કુલ 15 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે 460 અને રવિવારે 217 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.