મોદી સરકારના શાસનને સાત વર્ષ પૂરાં થઈ રહ્યાં છે તે 26મી મેના દિવસે આંદોલનકારી કિસાનોએ આ દિવસને ‘કાળા દિવસ’ રૂપે ઊજવવવાનું એલાન કર્યું છે. આ દિવસે જ કિસાન કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનના 6 મહિના પૂરા થાય છે.
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા સામે કિસાનો ફરી એક વખત મોટું આંદોલન કરવાની તૈયારીમાં છે. જેના હેઠળ રવિવારે હરિયાણાના કરનાલથી હજારોથી સંખ્યામાં કિસાન દિલ્હીની સિંધુ બોર્ડર માટે રવાના થયા હતા.
ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચઢૂનીની આગેવાનીમાં કિસાનોએ સેંકડો વાહનોમાં સવાર થઈને કરનાલના બસ્તદા ટોલ પ્લાઝાથી કૂચ કરી હતી. કિસાન નેતા ચઢૂનીએ કહ્યું હતું કે, દિલ્હી સરહદે પહોંચ્યા બાદ એક અઠવાડિયા માટે લંગર સેવા કરશે. તેમણે કહ્યું હતું કે, કિસાન કરનાલથી રવાના થયા છે. જેથી દિલ્હીના અલ અલગ જિલ્લામાં આંદોલનનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને હરિયાણામાં લોકડાઉન છે. રાજ્ય સરકારે ગ્રામિણ વિસ્તારમાં કોરોનાની રફતારમાં વૃદ્ધિ માટે હરિયાણાની સરહદે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને જવાબદાર ઠેરવ્યા છે. કેન્દ્રના કૃષિ કાયદા સામે કિસાન છેલ્લા ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારી કિસાનોની માગણી છે કે સરકાર કાયદા પાછા ખેંચે. સાથે કિસાન એમએસપીની ગેરન્ટી માટે નવો કાયદો પણ ઈચ્છે છે.
26મી એ ખેડૂત આંદોલનને 6 મહિના પૂર્ણ !
ફરીથી મોટાં આંદોલનની તૈયારીમાં ખેડૂતો: દિલ્હી તરફ આવી રહ્યા છે હજારો ખેડૂતો