- Advertisement -
ખંભાળિયા પંથકમાં જુગારીઓ સામે હાથ ધરવામાં આવેલી કડક કામગીરીમાં સ્થાનિક પી.આઈ. પી.એમ. જુડાલના માર્ગદર્શન હેઠળ અહીંના પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગઈકાલે સાંજે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામમાં વાછરાડાડાના મેળા (જાતર) અંગે પોલીસ સ્ટાફ દ્વારા હાથ કરવામાં આવેલા બંદોબસ્તના પેટ્રોલિંગમાં પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાના આસોટાના વાછરાડાડાના મેળા (જાતર)માં મંદિરના પાછળના ભાગે આવેલા નદીના કાંઠે બાવળની ઝાળીઓમાં બેસી અને જુદા-જુદા ફિલ્ડમાં ગોળ કુંડાળું વળીને જુગાર રમતા શખ્સો પર પોલીસ ત્રાટકી હતી. જેમાં કુલ ચાર ફિલ્ડમાંથી 26 શખ્સોને રૂ. 2.49 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધા હતા.
આ કાર્યવાહીમાં ફિલ્ડ નંબર એકમાંથી છગન માંડણ ગોરાણીયા, અરજન હમીર ચાવડા, બાલુજી રામજી ઓડેદરા, સંજય સુરાભાઈ વાઘ, ગોવિંદ અરજણ આંબલીયા, વેજા મુરુ ઓડેદરા અને દેવશી છગન ગોરાણીયા નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 1,16,500 રોકડા તથા રૂપિયા 25,000 ની કિંમત ના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 1,41,500 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
આ જ સ્થળે બીજા ફિલ્ડમાંથી પોલીસે ભીખુભા અજુભા માણેક, દેવુ ખેંગારભાઈ હરિયાણી, ભોલા બીજલભાઇ ટોયટા, બાબુ નાથાભાઈ બાંભવા, ધના બીજલભાઈ ટોયટા, ભીમ વાલાભાઈ સંધીયા અને કારા માલદે સંધીયા નામના સાત શખ્સોને કુલ રૂપિયા 32,500 રોકડા તથા રૂપિયા 7,500 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 40,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા ફિલ્ડમાંથી પોલીસે કિશોર બોઘાભાઈ ચાવડા, રાયદે ખીમાભાઈ ચાવડા, મુકેશ ચંદુભાઈ ચાવડા અને આનંદ ગોવિંદભાઈ ગોજીયા નામના પાંચ શખ્સોને રૂ. 19,900 રોકડા અને રૂપિયા 11,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 30,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોથા ફિલ્ડમાંથી પોલીસે કનકસિંહ ઉદેસંગભા જાડેજા, રામ સામરા માયાણી, નારણ સામરા મધુડા, રાજપાલ ડાવા માયાણી અને પુંજા વેજા મોઢવાડિયા નામના છ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 21,750 રોકડા તથા રૂપિયા 15,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 36,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આમ, પોલીસે જાહેરમાં ચારબફિલ્ડ માંડી અને જુગાર રમતા 26 શખ્સોને 1,90,350 રોકડા તથા રૂપિયા 58,500 ની કિંમતના 18 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,48,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. પી.એમ. જુડાલ, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, કાનાભાઈ લુણા, યોગરાજસિંહ ઝાલા, રોહિતભાઈ થાનકી, મહીદિપસિંહ જાડેજા, નિલેશભાઈ ગોજીયા, રાજદીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા નોંધપાત્ર અને કડક હાથે કરવામાં આવેલી આ કાર્યવાહીએ જુગારી તત્વોમાં દોડધામ પ્રસરાવી દીધી હતી.
- Advertisement -