Sunday, December 22, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના ત્રીજા દિવસે વધુ 26...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના ત્રીજા દિવસે વધુ 26 નામાંકન ભરાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાનાર જિલ્લા પંચાયત, જુદી-જુદી ચાર તાલુકા પંચાયત તથા ખંભાળિયા અને રાવલ નગરપાલિકા ઉપરાંત ઓખા અને સલાયાની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાના ત્રીજા દિવસે વધુ 26 ઉમેદવારીપત્રો ભરાયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં બરડિયા બેઠક માટે એક અને ભાટિયા બેઠક માટે બે ફોર્મ ભરાયા છે.

- Advertisement -

ખંભાળિયા તાલુકા પંચાયત માટે બજાણા અને આહીર સિંહણ બેઠક માટે એક-એક મળી કુલ બે, કલ્યાણપુર તાલુકા પંચાયત માટે ભાટિયા-1 માટે બે, ભાટીયા-2 માટે બે, ભાટીયા-3 માટે બે, કેનેડી બેઠક માટે બે, અને દેવળીયા બેઠક માટે એક મળી કુલ નવ ફોર્મ ભરાયા છે. ભાણવડ તાલુકા પંચાયતની મેવાસા બેઠક માટે એક નામાંકરણ ભરાયું છે. આમ, ત્રણ તાલુકા પંચાયત માટે કુલ બાર ફોર્મ ભરાયા છે.

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ નંબર 2 માં ત્રણ દાવેદારો, વોર્ડ નંબર ત્રણ તથા ચાર માટે એક -એક ફોર્મ અને વોર્ડ નંબર 5 માટે બે ફોર્મ મળી કુલ સાત ફોર્મ ભરાયા છે. જ્યારે રાવલ નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 1ના ત્રણ અને વોર્ડ નંબર બે માટે એક ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની બરડીયા બેઠક માટે સુમણીયા માકીબાઈ માયાભા અને ભાટિયા બેઠક માટે અરવિંદભાઈ કરશનભાઈ આંબલીયા અને હિરલબેન અરવિંદભાઈ આંબલીયાના ઉમેદવારીપત્રો બુધવારે ભરાયા છે.
ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર બે માટે દાઉદ શબીર શેખ, રેશમા હુસેનભાઈ તુર્ક, અને નાગાજણ કયા જામ, વોર્ડ નંબર ત્રણ માટે યાસીન હાસમ ઘાવડા, વોર્ડ નંબર ચાર માટે વત્સલ સુરેશભાઈ ગોંડલીયા વોર્ડ નંબર 5 માટે વાસંતીદે કુસુમદે નાયક અને રામકૃષ્ણ એન. રાજ્યગુરુએ પોતાના ફોર્મ ભર્યા છે.

રાવલ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માટે ભરતભાઈ સામતભાઈ બારીયા, રામભાઈ સામતભાઈ પરમાર અને તેજલબેન સંજયભાઈ જાદવ તથા વોર્ડ નં. 2 માટે લાખીબેન ચાનાભાઈ સોલંકીએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોએ હજુ સુધી પોતાની દાવેદારી નોંધાવી નથી. પરંતુ આજ-કાલમાં જ ઉપરથી મેન્ડેટ આવ્યેથી રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં ઉમેદવારીપત્ર ભરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular