જામનગર બાર એસોસિએશનના હાલના હોદ્ેદારોની મુદ્ત તા. 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થતી હોય, આગામી વર્ષ 2022 માટે પ્રમુખ સહિતના હોદ્ેદારો માટે તા. 24 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. જેમાં તા. 19 ડિસેમ્બરના ફોર્મ જમા કરાવવાના અંતિમ દિવસ સુધીમાં પ્રમુખ સહિતના હોદેદારો તથા કારોબારી સભ્યો માટે 26 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
જામનગર બાર એસોસિએશનની તા. 24ના રોજ યોજાનાર ચૂંટણી માટે તા. 16થી 19 ડિસેમ્બર દરમિયાન ઉમેદવારોની નોંધણી થઇ હતી. જેમાં 19 ડિસેમ્બર સુધીમાં પ્રમુખપદ માટે ભરતભાઇ સુવા તથા નાથાલાલ ગોહિલએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખપદ માટે અશોક જોશી તથા ભરતસિંહ જાડેજા, મંત્રી માટે મનોજ ઝવેરી, કિશોરસિંહ ઝાલા તથા ગિરીશ સરવૈયા, સહમંત્રી માટે ઘોરી અબરાર અલી, જોગડીયા જાગૃતિબેન તથા ચુડાસમા વનરાજસિંહ, લાયબ્રેરી મંત્રી જાડેજા જયદેવસિંહ તથા માજોઠી એઝાઝ, ખજાનચી માટે લાખાણી અનિલ તથા ગઢવી નારણએ ઉમેદવારી નોંધાવી છે.
આ ઉપરાંત કારોબારી સભ્યો માટે ઠાકર મૃગેન, ભાલારી દિપક, કે.કે. વિસરીયા, હરવરા મિતુલ, સચિન વોરીયા, ગરડર દિપક, સફિયા અહેમદ, કંચવા રઘુવીરસિંહ, સોલંકી રવિ, મણિયાર નયન, પોપટ ચાંદની તથા ગણાત્રા પરેશએ ઉમેદવારી નોંધાવી છે. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારબાદ તા. 24 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.