દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના આજે નવા 3,205 કેસ નોંધાયા છે. એટલે કે કોવિડ-19ના કેસોમાં લગભગ 25 ટકાનો ઉછાળો આવ્યો છે. જયારે છેલ્લાં 24 કલાકમાં 4,79,208 રસીકરણ કરવામાં આવ્યું. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,89,48,01,203 વેક્સિનેશન થયું છે. જયારે 2802 લોકો સાજા થયા છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 42,544, 689 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,23,920 એ પહોંચી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,568 કેસ નોંધાયા હતા જયારે કોરોનાના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો. નવા કોરોનાના કેસમાંથી 80.58 ટકા તો પાંચ રાજયોમાંથી સામે આવ્યા હતાં. જેમાં માત્ર દિલ્હીમાં જ 41.9% કેસ નોંધાયા હતાં. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 20 લોકોના મોત થયા હતા જયારે આજે વધુ 31 લોકોના મોત નિપજયાં છે.
તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના સંક્રમણના 182 નવા કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું. મુંબઈમાં 100 કેસ નોંધાયા છે. તે જ સમયે પરભણીમાં એક દર્દીનું મોત થયું હતું. એક સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી.