Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયIAS અને તેના CAના ઘરેથી 25 કરોડની રોકડ મળી, ઓફિસરોએ નોટોથી લખ્યું...

IAS અને તેના CAના ઘરેથી 25 કરોડની રોકડ મળી, ઓફિસરોએ નોટોથી લખ્યું ED, જુઓ video

ED એ આજે દેશભરમાં 18 જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં ઝારખંડના સીનિયર IAS ઓફિસર પૂજા સિંઘલ અને તેમની સાથે જોડાયેલા નજીકના વ્યક્તિઓને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. તે દરમિયાન  IAS ઓફિસર પૂજા સિંઘલ અને તેમના CAના ઘરેથી 25 કરોડની રોકડ મળી આવી હોવાના સમાચાર છે. ઇડીના અધિકારીઓએ આ નોટોની એવી રીતે ગોઠવણી કરી હતી કે નોટો ઉપર ઇડી લખેલ હતું. ઇડી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી આપવામાં આવી નથી.

- Advertisement -

પલ્સ હોસ્પિટલ સાથે જોડાયેલા લોકોના ઘર પર પણ EDના દરોડા પાડવામાં આવી રહ્યા છે. પલ્સ હોસ્પિટલ IAS પૂજા સિંઘલના પતિ અભિષેક ઝાનીની છે. આ સિવાય રાંચીમાં જ હરિ ઓમ ટાવરની નવી બિલ્ડીંગમાં પણ EDના દરોડાના સમાચાર છે.IAS પૂજા સિંઘલ પર મનરેગાના નાણાંની ઉચાપતનો પણ આરોપ છે. સિંઘલ હાલમાં ઝારખંડ સરકારના ખાણ અને ભૂવિજ્ઞાન વિભાગમાં સચિવ છે. અગાઉ તે ડેપ્યુટી કમિશનર હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular