ખંભાળિયા તાલુકાના લાલુકા ગામે ગત સાંજે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી જુગાર રમી રહેલા નરેન્દ્ર દેવા ભટ્ટી, હિતેશ ભીખા ચુડાસમા, મહેન્દ્ર ગોવિંદ જાદવ, દિલીપસિંહ માનસંગ જાડેજા, દેવા ગોવીંદ સાટકા, સુનિલ ગોવિંદ જાદવ, અમરશી ભીખા ભટ્ટી અને જીવા ફોગા પીંડારીયા નામના આઠ શખ્સોને ઝડપી લઈ રૂપિયા 14,740
રોકડા, 6 નંગ મોબાઈલ ફોન તથા એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 62,740 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમિયાન ગુંદલા ગામનો કારા ગોવિંદ ભરવાડ નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો. અન્ય એક દરોડામાં ખંભાળિયા પોલીસે વડત્રા ગામેથી જુગાર રમતા દાનુભા પ્રાગજી જાડેજા, મેરુજી હનુભા જાડેજા, મહોબતસિંહ વજેસંગ જાડેજા, જુવાનસિંહ રવુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ વજેસંગ જાડેજા અને જયદીપસિંહ દાનુભા ચાવડા નામના છ શખ્સોને રૂપિયા 4,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામેથી રણમલ માંડણ મૂન, નારણ રણમલ મૂન, ભૂરુભા રવુભા વાઢેર, મૂનેશ રામા બાબરીયા, ઘેલુ ભાયા લુણા ગઢવી અને જેસા ભીમશી કરંગીયા નામના છ શખ્સોને રૂ. 15,430 ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.
ભાણવડ પોલીસે ચમાર વાસ વિસ્તારમાં દરોડો પાડી, કાનજી પાલા સોલંકી, મૂળજી અમૃત સોલંકી અને ત્રણ મહિલાને રૂપિયા 6,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.