Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરછેલ્લાં 24 કલાકમાં જામનગર જિલ્લામાં 245 કોરોના પોઝિટિવ કેસ, 3 દર્દીઓના મૃત્યુ

છેલ્લાં 24 કલાકમાં જામનગર જિલ્લામાં 245 કોરોના પોઝિટિવ કેસ, 3 દર્દીઓના મૃત્યુ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલે બુધવારે કોરોનાના નવા 245 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 359 દર્દીઓ સાજા થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ વધ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ત્રણ દર્દીઓના મૃત્યુથી ફફડાટ મચી ગયો છે. જિલ્લામાં બે દિવસ માટે કોરોના સંક્રમણ ઘટયું હતું. પરંતું મંગળવારે ફરી ઉછાળો આવ્યા બાદ ગઇકાલે બુધવારે વધુ 245 કેસ નોંધાયા હતાં. જોકે, કોરોના મુકત થનારા દર્દીઓની સંખ્યાનો આંકડો પણ વધુ રહ્યો છે.

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લાં 24 કલાક દરમ્યાન 201 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં 44 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. આમ જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન કુલ 245 પોઝિટિવ કેસ નોધાયા હતાં. જયારે કોરોના મુકત થનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે. જામનગર શહેરમાં 281 અને ગ્રામ્યમાં 78 દર્દીઓ મળી કુલ 359 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. જયારે જામનગર શહેરમાં એક અને જામનગર ગ્રામ્યમાં બે દર્દીઓના મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે. જેમાં જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોલ તાલુકામાં તથા કાલાવડ તાલુકામાં એક-એક દર્દીના મૃત્યુ થયા છે. જામનગર ગ્રામ્ય વિસ્તારના 9 દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે 612 દર્દીઓ હાલ હોમઆઇસોલેશનમાં છે. જામનગર જિલ્લામાં એક ડિસેમ્બરથી અત્યારસુધીમાં 62,075 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જયારે જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6,43,347 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular