જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાંથી પોલીસે જૂગાર રમતા સાત શખ્સોને ઝડપી લઇ રૂા.25400 ની રોકડ અને ગંજીપના કબ્જે કર્યા હતાં. લાલપુર તાલુકાના ઝાખરમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.18300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં ખોડિયાર પાનની બાજુમાંથી જાહેરમાં જૂગાર રમતા છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતાં.લાલપુર તાલુકાના રામપરમાંથી પોલીસે છ શખ્સોને રૂા.10,130 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી શાસ્ત્રીનગર ક્રિષ્ના ગાર્ડન પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન પરાગ મહેશ જાની, ઘનશ્યામસિંહ ભરતસિંહ જાડેજા, ભરત નગા કદાવલા, દેસુર લક્ષ્મણ મૈઢ, મયંકર નવલશંકર જાની, રાજુ વરવાભાઈ આંબલિયા, જયદીપસિંહ અજીતસિંહ ઝાલા નામના સાત શખ્સોને રૂા.25,400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના ઝાખર ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન પ્રતાપસંગ રવુભા જેઠવા, સંજયસિંહ ભૂપતસિંહ જાડેજા, નિતેશ પ્રાગજી રાઠોડ, લઘુભા દેવુભા જાડેજા, મનસુખગર ચંદુગર ગોસાઈ નામના પાંચ શખ્સોને રૂા.18,300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ખોડિયાર પાનની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જેન્તી કાંજી મકવાણા, રામજી હરજી મકવાણા, રાહુલ ખીમજી પરમાર, રોહિત દિનેશ પરમાર અને કલ્પેશ મનસુખ જેપાર નામના છ શખ્સોને આ.10140 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, લાલપુર તાલુકાના રામપર ગામના રસ્તા પર આવેલ પાણીના ટાંકા પાસેથી જાહેરમાં જૂગાર રમતા દિલીપ પ્રવિણ વીરમગામા, જગદીશ બચુ સીતાપરા, કારા જીવા સીતાપરા, પ્રફુલ્લ ગુલમામદ સમા, મયુર જેન્તી મકવાણા અને લાલજી બચુ સીતાપરા નામના છ શખ્સોને ઝડપી લઇ રૂા.10,130 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.