કર્ણાટકના ચામરાનગર ડિસ્ટ્રીક્ટની એક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો. પરંતુ ઓક્સિજન આવતા વાર લાગી હોવાના કારણે આ મોટી ર્દુઘટના થઈ છે. આ ર્દુઘટના પછી મૈસુરથી 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે. હકીકતમાં ચામરાનગર હોસ્પિટલમાં બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ અહીં ઓક્સિજન પહોંચવામાં મોડુ થઈ ગયું હતું. અને તેના કારણે આટલી મોટી ર્દુઘટના થઈ હતી. માનવામાં આવે છે કે, જીવ ગુમાવનાર મોટા ભાગના લોકો વેન્ટિલેટર પર હતા.
ઓક્સિજન સપ્લાય ખતમ થઈ જતા તે લોકો તડપવા લાગ્યા હતા અને પરિવારજનોની સામે જ તેમના મોત થઈ ગયા. આ પહેલાં કાલાબુર્ગીની કેબીએન હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછતના કારણે ચાર દર્દીના મોત થયા હતા. તે જ દિવસે યજદિર સરકારી હોસ્પિટલમાં લાઈટ કટના કારણે એક વેન્ટિલેટર પરના દર્દીનું મોત થયું હતું. છેલ્લા એક સપ્તાહમાં કર્ણાકટની ઘણી હોસ્પિટલમાં ઓએક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા છે.