જામનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેર દારુનો જથ્થો પકડી પાડવા માટે પોલીસ દ્રારા કવાયત હાથ ધરવામાં આવી છે. ગઈકાલના રોજ પોલીસે જામજોધપુર નજીક કાર માંથી દારૂની 233 બોટલ જપ્ત કરી હતી. રાત્રીના સમયે પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન ત્રણ 6 શખ્સો કાર અને બાઈક મારફતે દારુના જથ્થાની હેરફેર કરી રહ્યા હતા તે દરમિયાન ત્રણની અટકાયત કરી અંધારાનો લાભ મેળવી નાશી છુટેલા બે શખ્સો સહીત દારૂની સપ્લાય કરનાર 1 શખ્સની તપાસ હાથ ધરી રૂ.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય દરોડો જેમાં સિક્કા પોલીસે દારૂની બે બોટલ સાથે બે શખ્શની તેમજ ચાવડા ગામેથી દારૂની એક બોટલ સાથે બે શખ્સની અટકાયત કરી તમામ વિરુધ ગુન્હો નોંધ્યો હતો.
જામજોધપુર તાલુકા પોલીસ ગતરાત્રીના રોજ ચેકિંગમાં હતી તે દરમિયાન ખાગેશરી ગામ જવાના રસ્તે હરસાજણ નેશની ગોલાઈ પરથી કારચાલક અને બાઈક ચાલકની અટકાયત કરતા તપાસતા કાર માંથી દારૂની 233 બોટલો મળી આવતા પોલીસે હીરાભાઈ પાંચાભાઈ ચાવડા, કરશનભાઈ ઘેલાભાઈ ઓડેદરા, લક્ષ્મણભાઈ કરણાભાઈ ખુંટીની ધરપકડ કરી બે કાર , બુલેટ અને ત્રણ મોબાઈલ મળી 5લાખ 13હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંધારાનો લાભ મેળવીને નાશી છુટેલા બે શખ્સો દેવાભાઈ પાચાભાઈ ચાવડા, સુરાભાઈ પબાભાઈ વંશ તેમજ દારુનો જથ્થો પૂરો પાડનાર જુનાગઢના શખ્સ મેરુભાઈ ચાવડા ત્રણેની તપાસ હાથ ધરી તમામ વિરુધ જામજોધપુર પોલીસ દફતરે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સિક્કા પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન બેડ ગામે પંથી હોટેલ નજીકમાં જાહેર માંથી દારૂની બે બોટલ સાથે કાસમભાઈ તૈયબભાઈ ચૌહાણ તથા નરેન્દ્ર રતિલાલ ચૌહાણની અટકાયત કરી ગુન્હો નોંધ્યો હતો.
પંચકોશી એ ડીવીઝન પોલીસે ચાવડા ગામના પાદરમાંથી દારૂની 1બોટલ સાથે અશોકસિંહ કનકસિંહ ચાવડા તથા જયેન્દ્રસિંહ સનુભા જાડેજા ને દબોચી લઇ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.