રાષ્ટ્રીય દવા કિંમતના નિયમનકાર એનપીપીએએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સારવાર માટેની દવાઓ સહિત 23 દવાઓની છૂટક કિંમત નકકી કરવામાં આવી છે અને તેથી આ દવા સસ્તી થશે.ધ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ)ની 113મી બેઠક તાજેતરમાં યોજાઈ હતી. તેમાં લેવાયેલા નિર્ણય મુજબ આ દવાઓની કિંમત નિરૂતિ કરવામાં આવી હતી.
આ અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, એનપીપીએ ડાયાબિટીસ માટેની દવા ગ્લીક્લાઝાઈડ ઈઆર અને મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડની એક ગોળીની કિંમત રૂા. 10.03 નક્કી કરી છે. એજ રીતે ટેલ્મીસાર્ટન, ક્લોરથાલીડોન અને સિલ્નીડિપાઈન ટેબલેટની કિંમત એક ગોળીની રૂ. 13.17 નિરૂતિ કરવામાં આવી છે. દર્દ ઓછું કરનારી દવા ટ્રિપ્સીન, બ્રોમેલેઈન, રૂટોસાઈડ ટ્રાઈહાઈડ્રેટ અને ડિક્લોફેનાક સોડિયમ ટેબલેટની એક ગોળીની છૂટક કિંમત રૂ.20.51 પૈ. નક્કી કરવામાં આવી છે.એનપીએએ એમ પણ જણાવ્યું હતું કે ફોર્મ્યુલેશન અંડર ડ્રગ્સ (પ્રાઈસીસ ક્ધટ્રોલ) ઓર્ડર 2013 (એનએલઈએમ-2022) મુજબ 15 દવાઓની ટોચની કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.