દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના બેહ ગામે ગઈકાલે જુંગીવારા ડાડાના મંદિર આગળ યોજવામાં આવેલા જાતરના મેળાના કાર્યક્રમમાં જુદા-જુદા ગામોથી આવેલા લોકોએ નદીના કાંઠે બાવળની ઝાડીઓમાં જુદા-જુદા ફિલ્ડમાં બેસીને જુગાર રમતા કુલ 22 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ખંભાળિયા પોલીસ દ્વારા ગઈકાલે બેહ ગામે યોજવામાં આવેલા મેળાના બંદોબસ્ત દરમ્યાન હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 30 કિલોમીટર દૂર બેહ ગામે જુંગીવારા ડાડાના મંદિરથી આશરે એક કિલોમીટર દૂર બારા ગામ તરફ જતા રસ્તે બાવળની ઝાડીમાં બેસીને જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ફિરોજ સતાર ગડન, મહેન્દ્ર નરોતમ પિત્રોડા, વનરાજસિંહ ખુમાનસિંહ ચુડાસમા, બળદેવસિંહ ભાસનસિંહ જાડેજા, મહિપતસિંહ વિભાજી પરમાર, જેનીસ હિતેશભાઈ વોરા, ભગવાનજી કલુભા જાડેજા અને નરેશ હીરાભાઈ બગડા નામના 8 શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 29,560 રોકડા તથા રૂપિયા 21,000 ના છ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 50,560 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ વિસ્તારમાં અન્ય એક દરોડામાં પોલીસે ભાવેશ છગન પરમાર, મુકેશ કલાભાઈ પરમાર, રામ અમરાભાઈ જાપડા, આકાશસિંહ ચંદ્રસિંહ જાડેજા, વેજાણંદ પુનાભાઈ લુણા, મહાવીરસિંહ જીવુભા જાડેજા અને ઉમેદસિંહ નાથુભા જાડેજા નામના સાત શખ્સોને ઝડપી લઇ, રૂ. 16,700 રોકડા તથા ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 23,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ઉપરાંત અન્ય એક કાર્યવાહીમાં પોલીસે અલારખા મામદ પડિયાર, વલ્લભ લાલજીભાઈ જોશી, અને વશરામ ભાણા નકુમ નામના ત્રણ શખ્સોને કુલ રૂપિયા 15,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અન્ય એક ફિલ્ડમાંથી પોલીસે ભારમલ મોમૈયા માયાણી, ભલા પરબત ભીંડા, રણજીતસિંહ ડોલુભા જાડેજા અને નવલસિંહ ધીરુભા જાડેજા નામના ચાર શખ્સોને કુલ રૂપિયા 12,550 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મેળાના સ્થળે રમાતા જુગાર સામેની આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ અહીંના પી.આઈ. પી.એમ. જુડાલ, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, પ્રદીપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, કાનાભાઈ લુણા, યોગરાજસિંહ ઝાલા, રોહિતભાઈ થાનકી, મહીદીપસિંહ જાડેજા, નિલેશભાઈ ગોજીયા, ભરતભાઈ બલા તથા વિજયભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.