Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા સહિત જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 22 ઝડપાયા

ખંભાળિયા સહિત જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 22 ઝડપાયા

- Advertisement -

ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં કચોરીયાવાડી ખાતે સ્થાનિક પોલીસે ગત સાંજે જુગાર દરોડો પાડી, સંજય ભીમા વાઘેલા નામના કોળી શખ્સ દ્વારા જુગારના સાધનો પૂરા પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવી અને ગંજીપત્તા વડે રમાતા જુગારના અખાડામાંથી પોલીસે સંજય ભીમાભાઈ વાઘેલા, હમીર કરુ ભાચકન, રાણા નાગશી કારીયા, સંજય નરશીહભાઈ ઝિંઝુવાડીયા, રાણસુર આલા હરડાજાણી, અને ખોડુ સાજા ભાચકન નામના છ શખ્સોને રૂપિયા 17,030 ની રોકડ રકમ તથા મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા 52,030 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાંથી પોલીસે રાણસુર સામરા લુણા, ડાડુ વરજાંગ સંધીયા અને મુહરસિંહ રાજારામ ચૌધરી નામના ત્રણ શખ્સોને મોબાઇલ ફોનમાં લુડો ગેમ ડાઉનલોડ કરી, જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા 8,890 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

દ્વારકાના રેતવા પાડો વિસ્તારમાંથી સર્વેલન્સ સ્કવોડ પોલીસે ભૂટાભા ગગાભા માણેક, મહેન્દ્ર અમૃતલાલ મોદી, વશરામ લખમણ રાઠોડ અને રત્ના સવજીભાઈ કણજારીયા નામના ચાર શખ્સોને રૂપિયા 51,500 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પોલીસે મધરાત્રિના સમયે જુગાર દરોડો પાડી, તીનપતિ નામનો જુગાર રમી રહેલા જેસા હીરા જાદવકોળી, રામા રાણા બારીયા, રાહુલ દેવા જાદવ, રામદે બાબુ બારીયા અને વિજય સામત જાદવ કોળી નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, 11,370 ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 23,370 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મીઠાપુર ટાઉન વિસ્તારમાંથી પોલીસે અશોક મોહનભાઈ, કનૈયા કિશનભાઈ, અનિલ રાજુભાઈ અને કિશોર પરસોતમભાઈ નામના ચાર શખ્સોને જુગાર રમતા ₹ 10,640 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular