Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબિહારમાં આકાશી વિજળીનો કહેર : 22ના મોત

બિહારમાં આકાશી વિજળીનો કહેર : 22ના મોત

- Advertisement -

બિહારમાં ચોમાસાની સિઝન દરમિયાન આકાશમાંથી આફતનો વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મંગળવારે વીજળીના કહેરથી 22 લોકોના મોત થયા છે. સૌથી વધારે સારણમાં 5 લોકોના મોત થયા છે. ભોજપુરમાં 4 લોકોના મોત થયા છે. આ ઉપરાંત બક્સર, નવાદા, પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, મુઝફ્ફરપુર, અરરિયા, અને બાંકા જિલ્લામાં પણ વીજળીની લપેટમાં આવવાથી લોકોના મેત થયા છે.

- Advertisement -

સારણમાં મૃતક 5 લોકોમાં માતા-પુત્રી પણ સામેલ છે. ભોજપુર જિલ્લાના મુફસ્સિલ, ટાઉન, પીરો અને સંદેશ વિસ્તારમાં મંગળવારે વીજળીનો કહેર જોવા મળ્યો હતો. ત્યાં કુલ 4 લોકોના વીજળીની લપેટમાં આવવાથી મોત થઈ ગયા હતા. બક્સર અને નવાદા જિલ્લામાં પણ અલગ-અલગ સ્થળો પર એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પૂર્વી ચંપારણ જિલ્લાના પલનવા, છૌડદાનો અને સુગૌલીમાં પણ મંગળવારે વીજળી પડી હતી. આ બંને જિલ્લાઓમાં 2 બાળકો સહિત 6 લોકોના મોત થયા હતા. મુઝફ્ફરપુર જિલ્લામાં વીજળીની લપેટમાં આવવાથી 2 લોકોના મોત થઈ ગયા હતા. અરરિયા જિલ્લાના નરપતગંજ અને પલાસીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. બાંકા જિલ્લાના શંભુગંજમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છેે

મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારે રાત્રે વીજળીની લપેટમાં આવનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular