Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકયુબાની ફાઇવ સ્ટારમાં હોટલમાં બ્લાસ્ટ, 22નાં મોત

કયુબાની ફાઇવ સ્ટારમાં હોટલમાં બ્લાસ્ટ, 22નાં મોત

- Advertisement -

ક્યુબાની રાજધાની હવાનામાં શુક્રવારે રાત્રે એક હોટલ જેનું નામ હોટેલ સારાટોગા છે ત્યાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે 22 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

- Advertisement -

રાજધાની હવાનામાં સારાટોગામાં થયેલ બ્લાસ્ટના કારણે ધુમાડાના ગોટેગોટા ઊડ્યાં હતા. ધૂળ અને ધુમાડા જ જયાં હોય ત્યાં દેખાઈ રહ્યા હતા. રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ કાટમાળ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સુરક્ષા દળોએ હોટલને ઘેરી લીધી છે અને 20 થી વધારે લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
શરૂઆતમાં મળેલિ જાણકારી અનુસાર ગેસ લીક થવાની ઘટનાના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે રાષ્ટ્રપતિ મીગુલ ડિયાઝ અને તેમના મંત્રી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અને તેઓ તપાસ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular