Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતગોધરાના દેલોલ રમખાણ કેસમાં 22 આરોપીઓ નિર્દોષ

ગોધરાના દેલોલ રમખાણ કેસમાં 22 આરોપીઓ નિર્દોષ

બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાનો આરોપ હતો

ગુજરાતના 2002માં થયેલા ગોધરા રમખાણો આજે પણ ક્યાંક ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની એક અદાલતે પુકતા પુરાવાના અભાવે કેસ સાથે સંકળાયેલ 22 આરોપીને નિર્દોષ જાહેર કર્યા, જે આરોપીઓ પર બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાનો આરોપ લાગેલો હતો. બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે, એડિશનલ સેશન્સ જજે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમના આઠ આરોપીનું તો મૃત્યુ થઇ ગયું છે.

- Advertisement -

વકીલે જણાવ્યું હતું કે, “જિલ્લાના દેલોલ ગામમાં રમખાણો અને બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 લોકોની હત્યા કરવાના કેસમાં પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે. ફરિયાદ પક્ષ અનુસાર, પીડિતોની 28 ફેબ્રુઆરી, 2002ના રોજ હત્યા કરવામાં આવી હતી અને પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી તેમના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યા હતા.

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક ટોળાએ સાબરમતી એક્સપ્રેસની એક બોગીને આગ લગાવ્યાના એક દિવસ બાદ 27 ફેબ્રુઆરી, 2002ના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. તે બોગી સળગાવવાની ઘટનામાં 59 મુસાફરોએ પોતના જીવ ગુમાવ્યા હતા.

- Advertisement -

દેલોલ ગામમાં આ હિંસા અને હત્યા તેમજ રમખાણો બાદ ભારતીય દંડ સંહિતા કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે લગભગ બે વર્ષ પછી એક પોલીસ ઇન્સ્પેક્ટરે ઘટનાના નવો કેસ નોંધ્યો અને રમખાણોમાં કથિત સંડોવણી બદલ 22 લોકોની ધરપકડ કરી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular