જોડિયા તાલુકાના અંબાલા ગામમાં ભરવાડ યુવાનના વાડામાંથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો રૂા. 1.68 લાખની કિંમતના 21 નંગ ઘેટા બકરા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના અંબાલા ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં બીજલભાઇ ભીખાભાઇ લાંબરીયા (ઉ.વ.35) નામના ભરવાડ યુવાનના ગામમાં આવેલા જોક (વાડા)માંથી ગત્ તા. 07ના રોજ રાત્રિના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરોએ વાડામાં પ્રવેશ કરી 8 બકરા, 11 ગાડર (માદા ઘેટા), ર નર ઘેટા મળ કુલ રૂા. 1,68,000ની કિંમતના 21 નંગ ઘેટા બકરા ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે. ડી. જાડેજા તથા સ્ટાફએ અજાણ્યા તસ્કર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


