જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાં તીરૂપતિ સોસાયટી પાછળના વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા હાસમ મામદ સંઘાર, મનોજ વાલજી રાઠોડ અને મહિલા સહિત ત્રણ શખ્સોને રૂા.5460 ની રોકડ રકમ અને ગંજીપના સાથે સીક્કા પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર જિલ્લાના ઝાખર ગામમાં તીનપતિ રમતા દિલીપ રામજી મકવાણા, કારા દેપાર ઘુડીયા અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.3120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરના યોગેશ્ર્વરનગર વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતાસાત મહિલાઓને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.1710 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા વિનોદ ડાયા મકવાણા, નિલેશ મગન બાબરીયા નામના બે શખ્સોને રૂા.1550 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જ્યારે જીણા જીકા મકવાણા, રવિ ડાયા બાબરીયા, નરેન્દ્ર હરી બાબરીયા અને અનિલ નામના ચાર શખ્સો નાશી ગયા હોય પોલીસે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
પાંચમો દરોડો, જામનગર તાલુકાના ધુંવાવ હાઉસીંગ બોર્ડ નજીક જૂગાર રમતા સીદીકશા ચાંદશા ફકીર, સમીર ઉર્ફે ફારુક રજાક ખલીફા, ઈરફાન ઈકબાલ રફાઈ નામના ત્રણ શખ્સોને પંચકોશી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.850 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. છઠો દરોડો, જામનગરના બેડી વિસ્તારમાંથી વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા અબ્દુલ એલીયાસ સમેજાને રૂા.920 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લીધો હતો.