Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં 21 શખ્સો ઝબ્બે

જામનગર શહેર-જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં 21 શખ્સો ઝબ્બે

ખોડિયાર કોલોની વિસ્તારમાંથી આઠ શખ્સો ઝડપાયા : કાનાલુસમાંથી તીનપતિ રમતા આઠ ખેલંદા ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી જૂગાર રમતા આઠ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મેઘપર (પડાણા)ના કાનાલુસ ગામમાંથી આઠ શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી જૂગાર રમતા પાંચ પતાપ્રેમીઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગરમાં ખોડિયાર કોલોની કામદાર સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન કિશન સીંગ સોનારા, કરણ મોહન રાવત, વિરુ લાલસીંગ સોની, પુરાન દિલીપસિંગ ઠાકુર, રમેશ દિલીપસિંગ ત્રામરાક્રર, દિપક જયસિંગ ટોમટા, ગોપાલ ગોરખ વિશ્ર્વકર્મા અને કરણ ધનબહાદુર થાપા નામના આઠ શખ્સોને રૂા.43,100 ની રોકડ અને ગંજીપના તથા રૂા. 31 હજારની કિંમતના સાત મોબાઇલ, રૂા.70 હજારની કિંમતના બે મોટરસાઈકલ સહિત કુલ આ.1,44,100 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, મેઘપર(પડાણા)ના કાનાલુસ ગામમાં પુરબીયા પાળા શેરી નં.3 પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વિક્રમ ભરત કચ્છવા, મંગળસિંગ મોતીસિંગ બેંચ, ધર્મેન્દ્ર વાઘજી કચ્છવા, કલ્પેશ રાજા ચૌહાણ, ભીખાસંગ રાજેન્દ્રસિંહ ચૌહાણ, સુરેશ હમીર ગોરાણિયા, વિશાલ દિલીપ બારીયા અને તુલસી બુધા મકવાણા નામના આઠ શખ્સોને રૂા.13,890 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામજોધપુરમાં બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ઘેલુ દેવીયા મુન, વિજય દામજી ચૌહાણ, હસમુખ ઉર્ફે ગાડો અરશી કણેત, રસિક મનજી સાગેચા, મનસુખ મોહન ડાભી નામના પાંચ શખ્સોને રૂા.11,420 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular