Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ત્રણ સ્થળે જૂગાર દરોડામાં 11 મહિલા સહિત 21 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળે જૂગાર દરોડામાં 11 મહિલા સહિત 21 શખ્સ ઝડપાયા

જામનગરમાંથી 10 મહિલા અને શખ્સ તીનપતિ રમતા ઝબ્બે : ખડખંભાળિયામાંથી જૂગાર રમતા મહિલા સહિતના પાંચ શખ્સો ઝડપાયા : ચોરબેડીમાં જૂગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગરની હરિયા કોલેજ પાસે આવેલા જીઆઈડીજીસી એપાર્ટમેન્ટની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા 10 મહિલા સહિત 11 વ્યક્તિઓને એલસીબીએ પોલીસ સ્ટાફે રૂા.24,500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના ખડખંભાયિા ગામની નદીના કાંઠેથી જુગાર રમતા એક મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.15,620 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોનેે પોલીસે રૂા.10,290 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસે આવેલા જીઆઇડીસી એપાર્ટમેન્ટની બાજુમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઇ વી એમ લગારીયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન હિતેન પ્રભુલાલ નોકીયાણી અને 10 મહિલાઓ સહિત 11 વ્યક્તિઓને જૂગાર રમતા ઝડપી લઇ તેમની પાસેથી રૂા.24500 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામની નદીના કાંઠે બાવળની ઝાળીઓમાં જાહેરમાં તીનપતિ રમતા હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે ગોપાલ જગદીશ પાટડિયા, કરશન મનસુખ સિહોરા, બાબુ નરશી તંબોલિયા, ચમન લખમન કોડીનારીયા અને મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.15,620 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઈડ દરમિયાન અલ્પેશ રાયશી વશરા, પ્રકાશ નાગજી મકવાણા, વિપુલ ગગુ વશરા, દેવશી ગોવિંગ ગાગીયા અને પરેશ મેરામણભાઈ વશરા સહિતના પાંચ શખ્સોને રૂા.10290 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular