જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતો જઇ રહ્યું છે. જામનગરમાં સતત ત્રીજા દિવસે કોરોનાની ડબલ સેન્ચ્યુરી જોવા મળી છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં 21 દર્દીઓના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો. તેમજ શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 123 કેસ તથા ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યૂ છે. રાજયમાં કોરોનાના કેસોનો ગ્રાફ સતત ઉંચે જઇ રહ્યો છે. કોરોના પોઝિટીવ કેસ અને મૃત્યુનું પ્રમાણ ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. રાજ્યમાં શુક્રવારે સાંજના પુરા થતા 24 કલાક દરમિયાન રેકોર્ડ બે્રક 4541 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે સરકારી ચોપડે 42 વ્યકિતઓના મોત નિપજ્યાનું જાહેર થયું છે. રાજ્યની સાથે-સાથે જામનગર શહેર-જિલ્લામાં પણ પોઝિટિવ કેસો અને મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે અને આ કોરોના સંક્રમણ અટકાવવામાટે જામનગર સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કફર્યુ લગાડવામાં આવ્યો છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લાં 24 કલાક દરમ્યાન 21 દર્દીઓના મોત નિપજયા છે. જામનગર શહેરમાં 123 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. જયારે 54 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને આજ દિવસ સુધીમાં 22 વ્યકિતઓના મોત નિપજ્યા છે અને જામનગર શહેરમાં 264860 સેમ્પલનું પરિક્ષણ થયું છે.
જ્યારે જામનગર ગ્રામ્યમાં છેલ્લાં 24 કલાક દરમ્યાન 98 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. જયારે 90 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 15 વ્યકિતઓના મોતથી નિપ્જયાનું સરકારી ચોપડે નોંધાયેલું છે તેમજ અત્યાર સુધીમાં જામનગર ગ્રામ્યમાં 212391 સેમ્પલનું પરિક્ષણ થયું છે.