ખંભાળિયા નજીકના દ્વારકા હાઈ-વે માર્ગ પર અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા પી.એસ.આઈ. વી.બી. પીઠીયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા જેઠાભાઈ પરમાર અને કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે શિવ પેટ્રોલ પંપ પાસે આવેલા સરકારી આવાસમાં રહેતા એક આસામીના રહેણાંક મકાનની સામેના ખુલ્લા પ્લોટમાં બેસી અને જુગાર રમતા કેશુનાથ ધીરુનાથ ચુડાસમા, દિનેશ બસુભાઈ ડગર, જેસાનાથ બચુનાથ મુરી, મુના ભીખુ ચુડાસમા, રાજેશ ધીરુ ચુડાસમા અને રાજેશ બાબુ સોઢા નામના છ શખ્સોને પોલીસે રૂપિયા 16,300 રોકડા તથા રૂપિયા 21,000 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 37,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે રાત્રે દોઢ વાગ્યે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા મારખી મેરામણ જોગલ, જેતા ખીમા ઓડેદરા અને કરસન દુદા મેર નામના ત્રણ શખ્સો રૂપિયા 19,000 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તારમાં વહેલી સવારે આશરે 4:30 વાગ્યે જુગાર દરોડા અંગેની કાર્યવાહીમાં પોલીસે જેસા લાખા નંદાણીયા, જયસુખ માધા કણજારીયા અને ભીખા નારણ ચાવડા નામના ત્રણ શખ્સોને રૂપિયા 16,500 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
ભાણવડના ચુનારાવાસ વિસ્તારમાંથી અતુલ પરબત સોલંકી, આકાશ રમેશ સોલંકી અને મયુર રામજી સોલંકીને જ્યારે ઘુમલી ગામેથી ખોડીદાસ કાનજી વાઘેલા, પ્રવીણ મનસુખ પરમાર, મયુર વીરા પરમાર, રાંભીબેન પોપટ પરમાર, વનીતાબેન શૈલેષ અરીઠીયા અને ગીતાબેન માલદે કોળીને પોલીસે જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.