જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાં ફતેપુરા રઝવી સોસાયટીમાં દરોડો પાડી પોલીસે એક મહિલાના કબ્જા માંથી દારૂની 21 બોટલ જપ્ત કરી રૂ.10500નો મુદ્દામાલ જપ્ત કરી ફરારી આરોપીની તપાસ હાથ ધરી બન્ને વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રોલ પોલીસ દ્વારા ફતેપુરા રઝવી સોસાયટીમાં દારૂ અને દરોડો પાડતા બિલ્કીસબેન અબ્દુલભાઈ હસનભાઈ મિયાણા નામની મહિલાના રહેણાંક મકાન માંથી ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નંબર 1 વ્હીસ્કીની 21 બોટલ મળી આવતા પોલીસે મહીલા આરોપીની અટકાયત કરી કુલ રૂ.10500નો મુદ્દામાલ જપ્ત કરી ફરારી આરોપી જુનેદભાઈ ઉર્ફે જુનીયો ફારુકભાઈ લામલાણીની તપાસ હાથ ધરી બન્ને વિરુધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ 65(એ), (એ) 81 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.