જામનગર મહાનગરપાલિકાની આઇસીડીએસ શાખા દ્વારા પા..પા..પગલી. કાર્યક્રમ અંતર્ગત ભૂલકા મેળો-2024નું આયોજન કુંવરબાઇ જૈન ધર્મશાળા ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ભૂલકાઓ માટે જુદા-જુદા સ્ટોલ કે જેમાં બાળકોને લગતી એક્ટિવીટી અને પ્રોજેકટના પ્રદર્શન રાખવામાં આવ્યા હતાં. તેમજ વિવિધ પાત્રોની વેશભૂષામાં તૈયાર થયેલા બાળકો પોતાની કળા પ્રદર્શિત કરી રહ્યા હતાં. બાળકોના વિકાસ માટે કરાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદભાઇ ખિમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેટરો સહિત અગ્રણીઓએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરુઆત કરી હતી અને વિવિધ સાંસ્કૃત્તિક કૃતિઓ, વેશભૂષા, ફેસી ્રેસ, જાદુગરના મેજીક ટ્રીક સહિતની કૃતિઓ બાળકો અને વાલીઓએ માણી હતી અને 309 આંગણવાડીના 400થી વધુ બાળકોએ ભૂલકા મેળાનો લાભ લીધો હતો.
આઇસીડીએસ દ્વારા 2024 ભૂલકા મેળો…. – VIDEO
ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદભાઇ ખિમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેટરો સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતાં : 309 આંગણાવાડી બાળકોએ મેળો નિહાળ્યો હતો