Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઓમિક્રોનના ઓથાર તળે વિશ્વમાં 2022ના વધામણાં...

ઓમિક્રોનના ઓથાર તળે વિશ્વમાં 2022ના વધામણાં…

2021ની વસમી વિદાયને યાદોને ભૂલીને વિશ્ર્વના દેશોએ 2022ના વર્ષના વધામણા કર્યા હતાં. ઓમિક્રોનના ઓછાયા વચ્ચે પ્રારંભ થયેલા 2022ના નવા વર્ષની સૌપ્રથમ વધામણી ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવી હતી. ન્યુઝિલેન્ડના પાટનગર ઓકલેન્ડમાં ભવ્ય લાઇટ શો યોજવામાં આવ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયામાં સિડનીના પ્રખ્યાત હાર્બર બ્રિજ પર ભવ્ય ફાયર શો યોજવામાં આવ્યો હતો. લોકોએ અહીં ફટાકડા ફોડીને નવા વર્ષની ઉજવણી કરી હતી. તો બીજીતરફ ભારતમાં પણ સ્થાનિક પરંપરા પ્રમાણે નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતાં. વારાણસીના અસી ઘાટ પર વ્હેલી સવારે ગંગા આરતી યોજવામાં આવી હતી. તો અમૃતસરના સુપ્રસિધ્ધ સુવર્ણ મંદિરમાં શ્રધ્ધાળુઓએ વ્હેલી સવારે દર્શન કર્યા હતાં. આ ઉપરાંત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમે પણ હોટલમાં ન્યુયર સેલિબ્રેશન કર્યું હતું. જ્યારે ફિલિપીન્સમાં લોકોએ એક ચર્ચમાં કોફિનમાં બેસીને અનોખી રીતે પ્રાર્થના કરી નવા વર્ષના આગમનને વધાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular