ટેલીકોમ કંપની જીઓ દ્વારા તાજેતરમાં જ પોતાના પ્રીપેડ પ્લાનમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે કંપની તેના 3 પ્રીપેડ પ્લાન સાથે 20 ટકા કેશબેક ઓફર કરી રહી છે. JIO દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેશબેક યુઝર્સના અકાઉન્ટમાં રીચાર્જના ત્રણ દિવસ સુધીમાં ક્રેડીટ કરી દેવામાં આવશે.
રિલાયન્સ જીઓ JioMart કેશબેક ઓફર સાથે 3 નવા પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. JioMart કેશબેક એ કોઈ નવી ઓફર નથી, પરંતુ તે પ્રીપેડ પ્લાનના ટેરિફમાં ફેરફાર છે. કંપની તેના 3 પ્રીપેડ પ્લાન સાથે 20 ટકા કેશબેક ઓફર કરી રહી છે. જેમાં રૂ.719નો પ્લાન, રૂ.666નો પ્લાન અને રૂ.299નો પ્લાન સામેલ છે. આ કેશબેક યુઝર્સને તેમના JioMart એકાઉન્ટમાં આપવામાં આવશે.
ટેરિફમાં વધારો કરતા પહેલા 299 રૂપિયાના પ્લાનની કિંમત 249 રૂપિયા હતી. તે જ સમયે, 666 રૂપિયાના પ્લાનની કિંમત 555 રૂપિયા હતી. તે જ સમયે, 719 રૂપિયાના પ્લાનની કિંમત 598 રૂપિયા હતી. કેશબેકનો લાભ મેળવવા માટે Reliance Retail ચેનલને રીચાર્જ કરાવું પડશે. કંપની દ્વારા તેને જીઓ માર્ટ મહાકેશબેક નામ આપવામાં આવ્યું છે. આ ત્રણે પ્લાનમાં યુઝર્સને 20% સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.