Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિધાલયના 2 વિધાર્થીઓએ મેળવી સિદ્ધિ

જામનગરની દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિધાલયના 2 વિધાર્થીઓએ મેળવી સિદ્ધિ

રાષ્ટ્રીય કક્ષાની ટીચિંગ લર્નિંગ કોમ્પિટિશનમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને જિલ્લાને ગૌરવ અપાવ્યું 

- Advertisement -

તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન એટલે કે આઈ. આઈ. ટી. આઈ. યુનિવર્સીટી, ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સૌપ્રથમ ટીચિંગ લર્નિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની ગંગાજળા વિધાપીઠ સંચાલિત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિધાલયના દ્વિતીય વર્ષના બે તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપરોક્ત સ્પર્ધા બે કેટેગરીમાં યોજવામાં આવી હતી.

- Advertisement -

ઉપરોક્ત સ્પર્ધામાં ભારતની વિવિધ યુનિવર્સિટીમાંથી વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં, દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિધાલયના બી. એડ. ના વિધાર્થી નાથાણી પાર્થ નરેશભાઈએ ‘STEM based Teachig Ald’ એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સ્પર્ધામાં અને ‘ટીચિંગ મોડેલ’ (શૈક્ષણિક માળખું) સ્પર્ધામાં ઠાકર તેજ કેતનભાઈએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ સ્પર્ધામાં બંને વિધાર્થીઓને માર્ગદર્શન  ડો. નિધિબેન અગ્રાવતે આપ્યું હતું. આ તકે, બંને તાલીમાર્થીઓને સંસ્થાને ગૌરવ અપાવવા બદલ મહાવિધાલય પરિવાર તથા કોલેજના આચાર્યા  ડો.રૂપલ માંકડ અને સંસ્થાના ટ્ર્સ્ટી દિલીપ આશરે બિરદાવ્યા હતા. તેમ સંસ્થાના આચાર્યા  ડો. રૂપલ એસ. માંકડ, અલિયાબાડાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular