દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેવામાં અનેક લોકો દ્રારા વિવિધ પ્રકારની સહાય કરવામાં આવી રહી છે. અને કોરોના સામે લડી રહેલા દર્દીઓ સહીત ડોકટર અને સરકારની પણ મદદ કરવામાં આવી રહી છે. બેંગ્લોરની ધો.10ની બે વિદ્યાર્થીનીઓએ પણ એક ઉમદા કાર્ય કર્યું છે. બન્નેએ સાથે મળીને રૂ.2લાખ એકઠા કરીને 200ઓક્સિમીટરની ખરીદી કરીને જરૂરિયાતમંદને ફાળવ્યા છે. વિદ્યાર્થીનીઓ દ્રારા કરવામાં આવેલ આ કાર્યને લઇને તમામ લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
બેંગ્લોરના ગ્રીનવુડ હાઈ ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતી ધો.10ની બે વિદ્યાર્થીનીઓ સ્નેહા રાઘવન અને શ્લોકા અશોકે ગરીબોને ઓક્સિમીટર આપવા માટે 2લાખ રૂપિયા ભેગા એકઠા કર્યા અને ઓક્સિમીટર બનાવતી કંપનીનો સંપર્ક કર્યો ત્યારબાદ ત્યાંથી 200 ઓક્સિમીટર ખરીદ્યા અને ગરીબ પરિવારો સુધી પહોચાડવા માટે સંપર્ક નામની એનજીઓનો સંપર્ક કર્યો આ એનજીઓ દ્રારા લોકક્લ્યાણનું કામ કરવામાં આવે છે. અને તેના દ્રારા જરૂરિયાતમંદને ઓક્સિમીટર પહોચાડવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. ગ્રીનવુડ હાઈ ઇન્ટરનેશનલ સ્કુલ દ્રારા પણ બન્નેની પ્રશંશા કરવામાં આવી છે.