Monday, December 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીય2 મહિનાનું 80 કરોડનું લાઈટ બીલ , વૃદ્ધને આઘાત લાગતા હોસ્પિટલમાં સારવાર...

2 મહિનાનું 80 કરોડનું લાઈટ બીલ , વૃદ્ધને આઘાત લાગતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

સામાન્ય રીતે વિજળીનું બીલ 5000 કરતા પણ વધુ આવી જાય તો લોકોને ઝાટકો લાગતો હોય છે. પરંતુ એક વ્યક્તિને 2 મહિનાનું બીલ આવ્યું 80 કરોડ. મુંબઈના આ વ્યક્તિ એક નાનકડું મિલ ચલાવે છે. અને તેઓના ઘરે બીલ આવ્યું તો તેઓ જોઈને ચોંકી ઉઠ્યા કારણકે 2 મહિનાનું બીલ હતું 80 કરોડ. આ જોઈ તેઓનું બ્લડ પ્રેશર વધી જતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

વીજળી વિભાગે વસઈના રહેવાસી ગણપત નાઈકને 80 કરોડ 13 લાખ 89 હજાર 6 રૂપિયાનું બિલ આપ્યું છે. આ પાંચ-દસ વર્ષનું બાકી બિલ નથી, પરંતુ માત્ર બે મહિનાનું બિલ છે. આ બિલ જાન્યુઆરીમાં મોકલવામાં આવ્યું છે. ગણપત નાઈક નાની ચોખાની મિલ ચલાવે છે. લોકડાઉનના લીધે મિલનું કામકાજ પણ બંધ હતું. આવી સ્થિતિમાં, બે મહિનાથી 80 કરોડ રૂપિયાથી વધુનું બિલ જોઇને તે અને તેમનો આખો પરિવાર આઘાતમાં છે. પીડિત ગણપત નાઈકએ આ અંગે કહ્યું છે કે, વીજળી વિભાગ આ કેવી રીતે કરી શકે છે. શું તેઓ બિલ મોકલતા પહેલા મીટર તપાસતા નથી? આ રીતે કોઈને ખોટું બિલ કેવી રીતે મોકલી શકાય?

છેલ્લા 20 વર્ષથી ગણપત નાઈક વસઈના નિર્મલ વિસ્તારમાં એક નાની ચોખાની મિલ ચલાવી રહ્યા છે અને પોતાની અને તેના પરિવારની સંભાળ રાખે છે. તેમનું કહેવું છે કે અત્યાર સુધીમાં તેનું વીજળીનું બિલ મહિને 54,000 જેટલું આવતું હતું. લોકડાઉનમાં, તેમની મિલ ઘણા મહિનાઓથી બંધ હતી, તેમ છતાં બે મહિના માટે આવું બિલ કેવી રીતે આવી શકે? તેમણે વીજ કંપનીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તો આ તરફ વિજળી વિભાગે જણાવ્યું કે આ એક મોટી ભૂલ હતી, ઝડપથી આ ભૂલ સુધારવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ ભૂલ મીટરનું રિડીંગ લેનાર એજન્સી દ્વારા કરાવામાં આવી છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular