કાલાવડના વેપારી સાથે 16 લાખની કિમતના 600 તેલના ડબ્બાની છેતરપીંડી પ્રકરણમાં જામનગર એલસીબી એ બે શખ્સોને કાર અને મોબાઈલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ ગામમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતાં અને ગણેશ ઓઇલમીલ ધરાવતા ભાવેશ વિઠ્ઠલભાઇ પાનસુરિયા નામના વેપારી પાસે નડીયાદના ઉતમ બારોટ અને જનક નામના બે શખ્સોએ ભાવેશને વિશ્ર્વાસમાં લઇ સૌ-પ્રથમ 200 શકિત બ્રાન્ડ તેલના ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો અને આ ઓર્ડર પેટે જીએસટી સહિતની રકમનો ચેક પણ કાલાવડના વેપારીને આપી દીધો હતો. ત્યારબાદ ફરીથી ઉત્તમે ભાવેશ સાથે ફોન ઉપર વાતચીત કરી રૂા.16,06,500ની કિંમતના 600 તેલના ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો અને આ રકમ પેટે બે ચેક આપ્યા હતા. જે બન્ને ચેક બાઉસ થતાં આ બાબતે ભાવેશે વેપારી પાસે 16 લાખની ઉઘરાણી કરતાં ફોન કરવાની ના પાડી દીધી હતી અને ત્યારબાદ નડિયાદના વેપારીએ ફોન બંધ કરી દીધો હતો. બાદમાં ભાવેશે બંન્ને વેપારીઓ વિરૂધ્ધ કાલાવડ પોલીસ સ્ટેશનમાં 16 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
આ દરમ્યાન સ્ટાફના વનરાજભાઇ મકવાણા તથા ધાનાભાઇ મોરીને મળેલ બાતમી ને આધારે આ ચીટીંગના ગુનામા સંડોવાયેલ આરોપીઓ ઉતમભાઇ રાજેન્દ્રભાઇ બારોટ (રહે. સીડોસણાગામ તા.જોટાણા જી.મહેસાણા) તથા જગતભાઇ ઉર્ફે જનક જગદીશચંદ્ર ભટ્ટ (રહે. નીકલો અમદાવાદ) ને હાપા માર્કેટીંગ યાર્ડ પાસેથી એક ફોરવ્હીલ કાર G.J.27 AH 1051 તથા ગુનામા ઉપયોગ કરેલ મોબાઇલ ફોનો સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને કાલાવડ પોલીસ સ્ટેશનમાં સોપી આપ્યા હતા.
આ કાર્યવાહી જામનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા નીતેશ પાંડેય ની સુચના તથાપી.આઈ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્રારા કરવામા આવી હતી.