સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સએ શુક્રવારે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી, 2022માં 2,62,984 વાહનોની સરખામણીએ આ વખતે 11 ટકા વધુ વેચાણ થયું છે. ફેબ્રુઆરી મહિનામાં પેસેન્જર કારનું વેચાણ વધીને 1.42 લાખ થયું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1,33,572 વાહનોનું વેચાણ થયું હતું.
કાર અને યુટિલિટી વાહનોમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે વાહન ઉત્પાદકોએ ફેબ્રુઆરી 2023માં 2.92 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું હતું. કોઈપણ ફેબ્રુઆરીમાં આ અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સહિત યુટિલિટી વાહનોનું વેચાણ ગયા મહિને 1.20 લાખથી વધીને 1.38 લાખ થયું છે. મારુતિ સુઝુકીએ ગયા મહિને ડીલરોને 1.02 લાખ વાહનોની ડિલિવરી કરી હતી.
આ ફેબ્રુઆરી 2022ના 99,398 વાહનો કરતાં ત્રણ ટકા વધુ છે. એ જ રીતે ટુ-વ્હીલરનું વેચાણ પણ ફેબ્રુઆરી મહિનામાં આઠ ટકા વધીને 11,29,661 થયું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 10,50,079 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. મોટરસાઇકલનું વેચાણ 6.58 લાખથી વધીને 7.03 લાખ થયું છે. સ્કૂટરનું વેચાણ 3,56,222 થી વધીને 3.91 લાખ થયું છે. થ્રી-વહીલરનું વેચાણ 86% વધીને 50,382 થયું છે.બ