Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરભરતી મેળામાં 194 ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરાઇ

ભરતી મેળામાં 194 ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરાઇ

- Advertisement -

રોજગાર કચેરી જામનગર ખાતે અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) ના માધ્યમથી તા. 20ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 434 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 17 થી વધારે ખાનગી ક્ષેત્રના નોકરી દાતાએ હાજર રહી વિવિધ 391 જગ્યા પર ઉમેદવારોના ઈન્ટરવ્યું લઈને 194 ઉમેદવારોની પસંદગી કરી હતી.

- Advertisement -

આ ભરતી મેળામાં રોજગાર કચેરી, જામનગરના મદદનીશ નિયામક (રોજગાર) સરોજબેન સાંડપા, જુ.રોજગાર અધિકારી ભારતીબેન ગોજીયા ,પ્લેસમેન્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ વાઢેર ,સી.ક્લાર્ક રવિભાઈ ડાંગર, યંગ પ્રોફેશનલ ભાવના ગામીત , વીજી એક્સપર્ટ ધ્રુવરાજસિંહ જાડેજા તેમજ આઈ.ટી.આઈ જામનગરના એપ્રેન્ટીશ એડવાઈઝર પ્રાપ્તિબેન માકડ, ચેતરીયાભાઈ તથા કે.જી. શર્મા હાજર રહ્યા હતા. રોજગાર કચેરી દ્વારા અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) ના માધ્યમથી જોબફેર યોજવામાં આવે છે જેથી દરેક રોજગાર વાંછું ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા રોજગાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular