જામનગર શહેરમાં ટીટોડીવાડી પાછળ આવેલા કોયલવાડી વિસ્તારમાં રહેતાં શખ્સના રહેણાક મકાનમાંથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.96000 ની કિંમતની 192 બોટલ દારૂ મળી આવતા શખ્સની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોજા ગેઈટ ટીટોડીવાડી પાછળ કોયલવાડી સામે 80 ફુટ સીસી રીંગરોડ પર આવેલા તન્વીર અબ્દુલ બ્લોચના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાંથી તલાસી લેતા રૂા.96000 ની કિંમતની 192 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાછળ આવેલા પટેલનગર શેરી નં 3 માં રહેતાં અક્ષય વિજય અઢીયા નામના શખ્સના મકાનમાંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા રૂા.12000ની કિંમતની ઈંગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે અક્ષયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ ગોપાલ ચોકમાંથી પસાર થતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો જશવંતસિંહ જાડેજા નામના શખ્સને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે ધરપકડક રી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર તાલુકાના બારા ગામમાં રહેતાં વિશાલસિંહ બાબભા જાડેજાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચકોશી એ ડીવીઝન સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.2400ની કિંમતના 24 નંગ દારૂના ચપટા મળી આવતા પોલીસે ચપટા કબ્જે કરી વિશાલસિંહની શોધખોળ આરંભી હતી.