Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર આવી રહેલો 192 બોટલ શરાબ રાજકોટ ગ્રામ્યમાં ઝડપાઇ ગયો

જામનગર આવી રહેલો 192 બોટલ શરાબ રાજકોટ ગ્રામ્યમાં ઝડપાઇ ગયો

જામનગરના નિલેશ ભરવાડની ધરપકડ-રિમાન્ડ : જીજે 10 ટીએકસ 1263 બોલેરો પિકઅપ વાહન કબજે લેવાયું

- Advertisement -

ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ દારૂની રેલમછેલ અને બેફામ વેચાણના અનેક કિસ્સા સામે આવે છે. તેમાં પણ તહેવાર સમયે દારૂની હેરાફેરીનું પ્રમાણ વધી જતું હોય છે આ સમયે પોલીસ પકડથી દૂર રહેવા માટે બુટલેગરો અવનવા નુસખા અપનાવતા હોય છે. રાજકોટ ગ્રામ્યપોલીસે બાતમીના આધારે પાર્સલ બોક્સની આડમાં દારૂ જથ્થો છુપાવીને આવતા શખ્સને અટકાવી 192 નંગ વિદેશી દારૂ બોટલ અને જીજે 10 ટીએકસ 1263 બોલેરો પિકઅપ વાહન સહિત કુલ 6 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

રાજકોટ રૂરલ દપોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે લોધીકા પોલીસ હદમાં આવતા વડવાજડી ગામ નજીક આવતી બોલેરો પીકપ વાનને અટકાવી તપાસ કરતા પાર્સલ બોક્સની આડમાં દારૂ ભરેલ હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી કુલ 192 નંગ વિદેશી દારૂની અલગ અલગ બોટલ મળી કુલ 6 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી નિલેશ રાતડીયા નામના મુળ જામનગરના અને રાજકોટમાં રહેતાં વાહન ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના કહેવા પ્રમાણે પાર્સલની આડમાં શરાબનો આ જથ્થો જામનગર લઇ જવામાં આવતો હતો. નિલેશ રાજેશભાઇ રાતડિયા નામનો આ શખ્સ અગાઉ જામનગરમાં લાલપુર બાયપાસ નજીક રહેતો હોવાનું અને હાલ રાજકોટ રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular