જામનગર તાલુકાના મસીતિયાના વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રૂા.16,580 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં જાહેરમાં જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.6430 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધુપર તાલુકાના નરમાણા ગામમાં જાહેરમાં તીનપતિ રમતા પાંચ મહિલા સહિત છ શખ્સોને રૂા.1640 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના મસીતિયા ગામના વાડી વિસ્તારમાં ચેલા તરફ જવાના માર્ગ પર જાહેરમાં જૂગાર રમતા હોવાની એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો હરદેવસિંહ જાડેજા, પો.કો.સુમિત શિયારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એ. મોરી, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. ખીમાભાઈ જોગલ, સુમિતભાઈ શિયાર તથા મહિપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન જુમ્મા ઉર્ફે જુબલી ઈસુબ જસાણી, ઈકબાલ ઉર્ફે કારો અલી બકકા, ઈબ્રાહીમ નુરમામદ બક્કા, હનિફ ઉર્ફે અલુ અબ્બુ ભીંડાવારા, જાવીદ ઉર્ફે જાવલો ઈબ્રાહીમ બુઢાણી, હબીબ ઉર્ફે ભુરો જુમ્મા બુઢાણી, ઈકબાલ ઉર્ફે અકબર નુરમામદ બક્કા, ઈમરાન ઉર્ફે ટકો ઈબ્રાહીમભાઈ બુઢાણી નામના આઠ શખ્સોને રૂા.16580 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં આવેલા ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અનોપસિંહ કનુભા જાડેજા, કનુભા રામભા જાડેજા, મહાવીરસિંહ મહિપતસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ભરતસિંહ જાડેજા, યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા નામના પાંચ શખ્સોને રૂા.6430 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ મહિલા અને મુકેશ અમકરાભાઈ ખરા સહિતના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.1460 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


