જામનગર શહેરમાં ધૂંવાવ નાકા પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.11070 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં ધન્વન્તરિ મેદાન સામે જાહેરમાં તીનપતિ રમતા ચાર મહિલાઓને પોલીસે રૂા.8700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગુલાબનગરમાં જાહેર રોડ પર વર્લીના આંકડા લખતા ત્રણ શખ્સોને રૂા.6300 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાંથી જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.3840 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં એકી બેકીના આંકડા લખતા બે શખ્સોને રૂા.3690 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં અન્નપૂર્ણા માતાજીના મંદિર નજીક ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન અજય રમેશ પાટડિયા, હસન હાજી આંબલિયા, મનસુખ વેલજી વાઘોણા, રૂપા બાબુ અંતરેશા, નિમિત નરપત મોખરા, હિતેશ રમેશ રાઠોડ નામના છ શખ્સોને રૂા.11070 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં તેમજ જામનગરમાં ધન્વન્તરિ મેદાનની સામેની શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલાઓને પોલીસે રેઈડ દરમિયાન રૂા.8700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગરમાં ગુલાબનગરના ઢાળિયા પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડા લખતા અનવર મામદ ખેરાણી, અલ્તાફ સુલેમાન શેખ, ભવાન હીરા સોનગરા નામના ત્રણ શખ્સોને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ અને 1300 રૂપિયાની રોકડ સહિત કુલ રૂા.6300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં જાહેરમાં તીનપતિ રમતા જાદવ પરબત કારેણા, ભરત પરબત પાથર, જેશા કેશા પાથર, માંડા નથુ પાથર નામના ચાર શખ્સોને રૂા.3840 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
પાંચમો દરોડો, જામનગરમાં સેન્ટ્રલ બેંક પાસે જાહેરમાં ચલણી નોટો ઉપર એકી-બેકીનો જૂગાર રમતા અનિલ નાનજી કણઝારિયા, ભરત જગજીવન કુમકિયા નામના બે શખ્સોને રૂા.3690ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.