જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં વિવિધ વોર્ડમાં કુલ 87 આસામીઓ પાસેથી રૂા.19,00,760 ની વેરા વસૂલાત કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નં. છ માં એક મિલકત બાકી મિલકત વેરા બદલ જપ્ત કરવામાં આવી હતી.
જેમાં વોર્ડ નં.1 માં 4 આસામીઓ પાસેથી રૂ.61,176, વોર્ડ નં.2 માં 10 આસામીઓ પાસેથી રૂ.1,77,998, વોર્ડ નં.3 માં 6 આસામીઓ પાસેથી રૂ.87,009, વોર્ડ નં.4 માં 9 આસામીઓ પાસેથી રૂ.1,77,545, વોર્ડ નં.5 માં 18 આસામીઓ પાસેથી રૂ.2,80,785, વોર્ડ નં.6 માં 4 આસામીઓ પાસેથી રૂ.71,410, વોર્ડ નં.7 માં 1 આસામી પાસેથી રૂ.11,760, વોર્ડ નં.8 માં 1 આસામી પાસેથી રૂ.16,484, વોર્ડ નં.9 માં 1 આસામી પાસેથી રૂ.14,830, વોર્ડ નં.10 માં 2 આસામીઓ પાસેથી રૂ.33,620, વોર્ડ નં.11 માં 1 આસામી પાસેથી રૂ.10,290, વોર્ડ નં.13 માં 9 આસામીઓ પાસેથી રૂ.4,88,873, વોર્ડ નં.14 માં 4 આસામીઓ પાસેથી રૂ.98,615, વોર્ડ નં.15 માં 4 આસામીઓ પાસેથી રૂ.67,140, વોર્ડ નં.16 માં 2 આસામીઓ પાસેથી રૂ.27,420, વોર્ડ નં.17 માં 8 આસામીઓ પાસેથી રૂ.1,65,415 અને વોર્ડ નં.19 માં 3 આસામીઓ પાસેથી રૂ.1,10,390 સહિત કુલ-87 આસામીઓ પાસેથી કુલ રૂ.19,00,760ની વસુલાત કરવામાં આવી હતી.