જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરની ઓઇલ મીલોમાંથી 12 જેટલા નમુના લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં તેમજ ખીજડિયા બાયપાસ પાસે આવેલ જય માતાજી હોટલમાંથી પનિર, રાઇસ, દાળ સહિતની કુલ 12 કિલોગ્રામ અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ખોડિયાર કોલોની મેઈન રોડ પર આવેલ પીઝા બ્રસ્ટમાંથી પાસ્તા, મન્ચ્યુરીયન સહિતની સાત કિલો જેટલો વાસી ખોરાકનો પણ નાસ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના કાપડ મિલ કમ્પાઉન્ડ બેડેશ્વર વિસ્તારમાં આવેલ ઓઇલ મીલોમાંથી 12 જેટલા નમુના લઇ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. જેમાં મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન ઓઇલ મીલ, ક્રિષ્ના ઓઈલ મીલ, અંબિકા ઓઇલ ટ્રેડર્સ, શ્રીજી ઓઇલ મીલ, અંકુર ઓઇલ મીલ, ગીરીરાજ ઓઇલ મીલ, અંબિકા ઓઇલ મીલ, ગીતા ઓઇલ મીલ, રામ ઓઇલ મીલ, અશોકકુમાર એન્ડ કાું., વેસ્ટર્ન ઓઇલ મીલમાંથી સીંગતેલ (લુઝ) તથા ભાવેશ ડેરી પટેલ કોલોનીમાંથી મિકસ દૂધ, ઉપરાંત પટેલ કોલોનીમાંથી દીપ ડેરીમાંથી ઘી, શ્રીજી ગોરસ ડેરીમાંથી મીકસ દૂધ તથા સિલવર ડેરીમાંથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત ખીજડિયા બાયપાસ ખાતે આવેલ જયમાતાજી હોટલમાં ઈન્સ્પેકશન કરી આજીનો મોટો, રાઇસ, પનિર, પનિર પટિયાલા, કઢી, દાળ-નુડલ્સ વગેરે મળી કુલ 12 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ જેએમસીમાં ફુડ લાયસન્સ અંગેની સાત દિવસમાં અરજી કરવા નોટિસ પાઠવી હતી તેમજ ખોડિયાર કોલોની, મેઈન રોડ પર આવેલ પીઝા બ્રસ્ટ નામની પેઢીમાંથી પાંચ કિલો મન્ચ્યુરિન, ચણા, મગ, પાસ્તા મળી સાત કિલો જેટલા વાસી ખોરાક મળી આવતા સ્થળ પર નાશ કરાયો હતો.
શહેરના ખીજડિયા બાયપાસ પાસે આવેલ ખોડલ રેસ્ટોરન્ટ, રણજીતસાગર રોડ પર આવેલ ઢોસા હાઉસ, મારાજ ગાઠીયાવાળા, પરિવાર રેસ્ટોરન્ટ, ઝાયકા રેસ્ટોરન્ટ, ગોકુલ ડેરી, પીટરઝોન પીઝા, પટેલ ફરસાણ એન્ડ બેકર્સ, ધન લક્ષ્મી બેકર્સ, દરેડમાં શ્રીજી ડાયનિંગ હોલ તથા ધ એગ ટાઉનમાં ચકાસણી કરાઇ હતી અને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, ખોરાક ઢાકીને રાખવા, સાફ સફાઈ જાળવવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.