ખંભાળિયાના રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં દ્વારકાધીશ એપાર્ટમેન્ટ પાસે બેસીને જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા હિતેશ તેરશીભાઈ રોશિયા, ટપુ ભીખા ગોરડીયા સહિત સાત વ્યક્તિઓને પોલીસે ઝડપી લઇ, કુલ રૂા.15,450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ખંભાળિયા તાલુકાના ઊગમણા બારા ગામે રાત્રિના પોણા બે વાગ્યે સલાયા મરીન પોલીસે જુગાર દરોડો પાડી દિગ્વિજયસિંહ નટુભા વાઘેલા, રસિકનાથ દેવનાથ ગોસ્વામી, સંજયસિંહ બાબભા જાડેજા, મહાવીરસિંહ દિલુભા જાડેજા, મહેન્દ્રસિંહ મુરુજી જાડેજા, મહેન્દ્રસિંહ ચંદુભા જાડેજા અને નીરૂભા શિવુભા જાડેજા નામના સાત શખ્સોને ઝડપી લઇ કુલ રૂા.10,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દ્વારકા પોલીસે આવળપરા વિસ્તારમાં પ્રાથમિક શાળાની સામે બેસીને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા લખન દાના પરમાર, છગન ગોવા ચૌહાણ અને નટુ બોઘાભાઈ ચૌહાણને રૂા.1,730ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અન્ય એક દરોડામાં આ જ વિસ્તારમાંથી ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા કરસન સુરુભાઈ પરમાર અને જીણા બીજલભાઈ ચૌહાણ નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઈ, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.