જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતો યુવાન પોતાના પુત્ર સાથે પાંચ મહિના પૂર્વે ગુમ થયાની જામનગરના પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. તેમજ લાલવાડી જુના આવાસમાં રહેતી યુવતી પાંચેક માસ પૂર્વે કયાંક જતી રહી હોવા અંગે, ગોકુલનગર વિસ્તારમાંથી એક વૃધ્ધ પાંચ વર્ષ પૂર્વે પોતાના ઘરેથી જતા રહ્યા હોય, ગોકુલનગરમાં રહેતી યુવતી પણ ઘરેથી ચાલી ગયાની પોલીસમાં જાણ કરવામાં આવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ બાજુમાં રહેતા વસીમભાઈ હાજીભાઇ ખફી (ઉ.વ.25) નામના યુવાન ગત તા.7-8-2024 ના રોજ તેમના પુત્ર ઓસમાણ (ઉ.વ.4) ને લઇ કયાંક જતા રહ્યા હોવા અંગે તેમના પત્ની સેનાજબેન દ્વારા સિટી સી પોલીસને જાણ કરાઈ છે. પાતળો બાંધો વાને ઉજળા અને પાંચ ફુટ સાત ઈંચની ઉંચાઇ ધરાવતા આ યુવાન અંગે કોઇને જાણકારી મળે તો સિટી સી ડીવીઝનનો સંપર્ક કરવો.
જામનગરના લાલવાડી જૂના આવાસ બ્લોક નંબર-4મા રહેતાં ધનજીભાઈ પાલાભાઈ જેપાર નામના પ્રૌઢની 18 વર્ષની પુત્રી શિવાની તા.30-07-2024 ના રોજ કોલેજ જવાનું કહીને ઘરેથી નિકળી ગઇ હોય, હજુ સુધી મળી આવી ન હોય. આ અંગે પોલીસને જાણ કરાઇ છે. પાંચેક ફુટની ઉંચાઈ અને ઉજળો વાન ધરાવતી આ યુવતીએ છેલ્લે ગે્ર કલરનો ડે્રસ પહેર્યો હતો. તેમ યુવતીના પિતા દ્વારા પોલીસને જાણ કરાઇ હતી.
જામનગર શહેરના ગોકુલનગર મથેરાનગર શેરી નંબર-8 માં રહેતા દાનુભા રાણાજી કેર (ઉ.વ.55) નામના પ્રૌઢ ગતતા.4-7-2019 ના રોજ પોતાના ઘરેથી કયાંક ચાલ્યા ગયા હોવા અંગે તેમના પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરાઇ છે. આ પ્રૌઢના જમણા હાથની કોણી પાસે રસોડી તથા જમણા હાથની કલાઈ પર ઈંગ્લીશમાં એમ ત્રોફાવેલ છે.
જામનગર શહેરમાં ગોકુલનગર સરદારનગર શેરી નંબર-11 માં રહેતાં અનંતરાય મગનલાલ ખાણધર નામના પ્રૌઢની 19 વર્ષની પુત્રી હિનાબેન તા.16-5-2023 થી પોતાના ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ છે. આ ગુમ થનાર વ્યક્તિઓ અંગે કોઇને જાણકારી હોય તો સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર-(0288) 2550805 તથા હેકો એન. બી. સદાદીયા મો.99259 77049 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.