Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજામનગર જિલ્લામાં ચાર સ્થળોએ જૂગાર દરોડામાં 18 શખ્સ ઝબ્બે

જામનગર જિલ્લામાં ચાર સ્થળોએ જૂગાર દરોડામાં 18 શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.42900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના હનુમાન ટેકરી સોનલનગરમાંથી જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.39490 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના ભીમવાસના ઢાળિયા પાસે સીક્કા ઉછાળી કાટ-છાપનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.10,601 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. લાલપુરના ધરારનગરમાંથી તીનપતિ રમતા પાંચ શખ્સોને રૂા.1550ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર લક્ષ્મીનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની હેકો નારણ સદાદીયા, પો.કો. હર્ષદ પરમાર અને હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન નરેશ ચંદુભાઈ આરઠીયા, જયદીપ મનગ રામાવત, નિલેશ નારણ કરમુર, જીગર ઉકા ભાકુ, કરણ મનસુખ સીતાપરા નામના પાંચ શખ્સોને રૂા.42900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ બીજો દરોડો, શહેરના હનુમાન ટેકરી સોનલનગર વિસ્તારમાંથી જૂગાર રમતા હોવાની હેકો જાવેદ વજગોળ, પો.કો. ખીમશીભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન નારૂ ગગુ કારીયા, અરજણ મેરામણ કરમુર, બિપીન ધાના ગોહેલ, અનિલ લખમણ પરમાર નામના ચાર શખ્સોને રૂા.39490 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, સીટી બી ડીવીઝન વિસ્તારમાં આવેલા ભીમવાસના ઢાળિયા પાસે ગોળ કુંડાળુ વળી રૂપિયાનો સીક્કો ઉછાળી કાટ-છાપનો જૂગાર રમતા રવિ મગન ચૌહાણ, અજય મનસુખ પરમાર, સતિષ દેવરાજનકુમાર મદ્રાસી, પ્રેમજી ડાયા રાઠોડ નામના ચાર શખ્સોને રૂા.10601 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

ચોથો દરોડો, લાલપુર ગામમાં ધરારનગર વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા કરશનદાસ ઉર્ફે લંગડો કાનદાસ પરમાર, જયસુખ પાલા ખરા, કમલેશ પરબત ગમારા, સતારશા જુમારશા શારફાઈ, પરેશ કરશનદાસ પરમાર નામના પાંચ શખ્સોને રૂા.1550 ની રોકડ રકમ સાથે ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular