જામનગર તાલુકાના મસીતિયા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.16,400 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના દરેડમાંથી તીનપતિ રમતા છ શખ્સોને રૂા.12850 ની રોકડ રકમ સાથે તેમજ જોડિયામાં જૂગાર રમતા પાંચ મહિલા સહિતના આઠ શખ્સોને રૂા.11280 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના મસીતિયા ગામમાં જૂના પાણીના ટાંકા પાસે સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા અબ્બાસ ઉમર ખફી, અબુભાઇ જુમા ખફી, મુસા વલીમામદ ખફી, લતીફ મુસા ખફી નામના ચાર શખ્સોને પંચ બી પોલીસે રેઈડ દરમિયાન રૂા.16,400ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ 2 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મુન્ના સુભાનંદપ્રસાદ યાદવ, કિશન હરી બુઢા, શંકર પ્રસાદ બુઢા, બીજેન્દ્ર ઉમેશ રાજભર, સાહેબ અર્જુન પાસવાન, બિજેન્દ્ર લાલાપ્રસાદ ગોપ નામના છ શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.12850 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, જોડિયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રાજેશપરી મગનપરી ગોસ્વામી, તોસિફ કાસમ જિંદાણી, મેહુલપરી દિનેશપરી ગોસ્વામી અને પાંચ મહિલાઓ સહિતના આઠ શખ્સોને જોડિયા પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,280 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.