Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં બે દુકાનોમાંથી 170 બોટલ નશાયુકત કોલ્ડ્રીંકસ કબ્જે

જામનગર જિલ્લામાં બે દુકાનોમાંથી 170 બોટલ નશાયુકત કોલ્ડ્રીંકસ કબ્જે

સીક્કામાં આશાપુરા પાનમાંથી 123 બોટલ કબ્જે : અંબર ચોકડી પાસે શંકર વિજય પાનમાંથી 47 બોટલ કબ્જે

જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલી પાનની દુકાનમાંથી સ્થાનિક પોલીસે રૂા.18,450 ની 123 બોટલ નશાયુકત શંકાસ્પદ કોલ્ડ્રીંકસ કબ્જે કરી હતી. જામનગરના વિશ્રામવાડી વિસ્તારમાં આવેલી પાનની દુકાનમાંથી પોલીસે 47 નશાયુકત કોલ્ડ્રીંકસની બોટલો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો તાલુકાના સીક્કા ગામમાં આવેલી આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં આયુર્વેદીકના નામે શંકાસ્પદ નશાયુકત કોલ્ડ્રીંકસનું વેંચાણ કરાતું હોવાની હેકો જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ આર.ડી.રબારી, પીએસઆઈ એ.વી. સરવૈયા, હેકો જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજા, લાલજીભાઈ રાતડિયા, વિજયભાઈ કારેણા, દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાંથી રૂા.18450 ની કિંમતની 123 નંગ નશાયુકત કોલ્ડ્રીંગસની બોટલો કબ્જે કરી દિનેશસિંહ જાલીમસિંહ કેર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના 54 દિગ્વીજય પ્લોટમાં વિશ્રામવાડીમાં રહેતાં કનૈયાલાલ લીલારામ નંદાની અંબર ચોકડી પાસે આવેલી શંકર વિજય પાન નામની દુકાનમાં નશાયુકત કોલ્ડ્રીંકસનું વેંચાણ કરતો હોવાની હેકો દશરથસિંહ પરમાર અને પો.કો. મયુરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ એચ.પી. ઝાલા, પીએસઆઈ એચ.બી.વડાવીયા, એએસઆઈ મુળુભાઈ ગોરાણીયા, શ્રીકાંતભાઈ દાતણિયા, હેકો દશરથસિંહ પરમાર, પો.કો. મયુરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, દિલીપસિંહ જાડેજા, જનકભાઈ મકવાણા, હોમગાર્ડ અશ્ર્વિનભાઈ સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રૂા.7050 ની કિંમતની 47 બોટલ નશાયુકત કોલ્ડ્રીંકસ કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular