જામનગર તાલુકાના વરણા ગામમાંથી છ શખ્સોને રૂા.30,210 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામેથી પાંચ શખ્સોને રૂા.22,360 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં. જામનગર શહેરના નવાગામ ઘેડમાંથી છ શખ્સોને રૂા.10,200 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર તાલુકાના વરણા ગામે તીનપતિનો જૂગાર રમતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન મનસુખ ચના સંઘાણી, રમેશ ગોવિંદ વૈષ્ણવ, નિલેશ પ્રેમજી ચાંગાણી, જીગ્નેશ મનસુખ દેવમુરારી, જસ્મીન સામજી ચાંગાણી અને મુકેશ અરજણ સંઘાણી નામના છ શખ્સોને રૂા.30,210 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં નદીના વોંકળા પાસેથી રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા અશોક વસંતદાસ ગોંડલિયા, દિપક ઉર્ફે કે.કે. પ્રભુદાસ ગોંડલિયા, મુખ્તાર અલારખા મોગલ, સબીર ઈરફાન મોગલ અને ફીરોજ મેસન આરબ નામના પાંચ શખ્સોને રૂા.11,360 ની રોકડ, રૂા.11,000ની કિંમતના બે નંગ મોબાઇલ અને ગંજીપના મળી કુલ રૂા.22,360 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડમાં વિમલ પાર્ક સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન ભરત શૈલેષ બારિયા, દિપક બાબુ પરમાર, દિપક લક્ષ્મણ બેરડિયા, રવિ રામજી સોલંકી, દેવશી ગોપાલ બારિયા, ધર્મેશ શૈલેષ બારિયા નામના છ શખ્સોને રૂા.10,200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.